એકસાઇઝ , વેટ કે સવિસ ટેક્ષ હેઠળ હયાત કરદાતાએ નવેસરથી નોંધણી દાખલો મેળવવાનો નથી. આ માટે નવી કોઇ નોંધણી અરજી કરવાની રહેતી નથી.

એકસાઇઝ કાયદા અન્વયે લાયસન્સ ધરાવનાર, સર્વિસ ટેક્ષની જોગવાઇ અનુસાર રજીસ્‍ટ્રેશન પ્રમાણપત્ર તથા વેટ કાયદા અન્‍વયે નોંધણી પ્રમાણપત્ર ધરાવનાર દરેક વેપારી અથવા સર્વિસ પુરી પાડનાર જો વેલીડ પરમેનન્‍ટ એકાઉન્‍ટ નંબર ધરાવતા હશે તો તેઓ તેમનુ ઇ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર કોમન પોર્ટલ ઉપર વેલીડેટ કરી એનરોલ કરાવી શકશે.

એનરોલ થયેલ વ્‍યક્તિને GST REG-25 માં GSTN સાથેનુ પ્રોવીઝનલ નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્‍યારબાદ ત્રણ માસમાં REG-25 માં ઓનોલાઇન માહિતી પુરી પાડી જીએસટી રજીસ્‍ટેશન -૬માં ફાઇનલ નંબર મેળવી શકાય છે.

જે વ્‍યક્તિનો માલ તથા સેવા અથવા બંનેનો સપ્‍લાય કોઇ એક નાણાંકીય વર્ષમાં રૂા.૨૦ લાખથી વધુ હશે. તેવા વ્યક્તિએ જે રાજ્યમાંથી વેરાપાત્ર માલ તથા સેવા કે બંને સપ્‍લાય કરશે તેવા રાજ્યમાં ફરજીયાત નોંધણી નંબર મેળવવો પડશે. (સપ્‍લાય સ્‍થળ)

અરૂણાચલ પ્રદેશ, આસામ, મનીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્‍ડ તથા સિક્કીમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા ઉત્તર પૂર્વીય રાજ્ય માટે એગ્રીગેટ ટર્નઓવર (ચાલક સેવા) રૂા.૧૦ લાખનુ ગણવુ જોઇશે.

એગ્રીગેટ ટર્નઓવરમાં વ્‍યક્તિએ પોતે કરેલ સપ્‍લાય તથા બધા જ પ્રિન્‍સીપાલ વતી કરેલ સપ્‍લાયનો સમાવેશ થઇ જશે.

પરંતુ જો ટર્નઓવર ની મર્યાદા વટાવેલ ન હોય તેમ છતાં નોંધણી દાખલો મેળવવો હોય તો સ્‍વૈચ્‍છિક રીતે નોંધણી દાખલો મેળવી શકાય છે.

નોંધણી દાખલા માટે કોઇ ફી નથી.

નોંધણી દાખલો રીન્‍યુ કરાવવાનો રહેતો નથી.

નોંધણી દાખલો નોન ટ્રાન્સફરેબલ છે.

જુના કાયદાઓ હેઠળ નોંધાયેલ કરદાતાનું ટર્નઓવર રૂા.૨૦ લાખથી ઓછું હોય અને જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો ચાલુ ન રાખવા માંગતા હોય તો આવા કરદાતા નોંધણી દાખલો રદ કરાવી શકે છે.