GST કાયદા અન્‍વયે પત્રકો ભરતી વખતે રજીસ્‍ટર્ડ વ્‍યક્તિ તેની સ્‍વ-આકારણી કરે છે.

  • બધા જ પત્રકો ઓનલાઇન ભરવાના છે. તથા CGST, SGST, UTGS અને IGST કાયદાનુ કોમન પત્રક ભરવાનુ રહેશે.
  • જો કોઇ રજીસ્‍ટર્ડ વ્‍યક્તિએ અગાઉના માસનુ પત્રક નહી ભરેલ હોય તો ત્‍યાર પછીના માસનું પત્રક ભરી શકશે નહી.
  • પત્રક મુજબનો વેરો સપ્‍લાયરે ભરેલ હશે તો જ રીસીપીઅન્‍ટને ઇનપુટ ક્રેડિટ મળશે તેવી જોગવાઇ હોવાથી સપ્‍લાયરે પત્રકે ભરવાપાત્રક વેરો ભરેલો હોવો જોઇશે.
  • જી.એસ.ટી.ના કાયદામાં પત્રક રીવાઇઝ કરવાની જોગવાઇ નથી. પરંતુ સપ્‍લાયરના વ્‍યવહારમાં ફેરફાર ક્રેડીટ નોટ – ડેબીટ નોટ તથા સપ્‍લીમેન્‍ટરી ઇન્વોઇસ થકી થઇ શકશે તેવી જોગવાઇ છે.
  • નોંધાયેલ વ્‍યક્તિએ ઇલેકટ્રોનીક કેશ લેજર મારફત વેરો ભરપાઇ કરવાનો રહેશે. સદર કેશ લેજરમાંથી ભરવાપાત્ર વેરાની ડેબીટ એન્‍ટ્રી કર્યા બાદ જ વેરાની ચુકવણી થયેલ ગણાશે. કેશ લેજરમાંથી વેરાની ચુકવણી ઉપરાંત, પેનલ્‍ટી, વ્‍યાજ તથા લેઇટ ફી વિગેરેની ચુકવણી પણ થઇ શકશે.
  • કેશ લેજરમાં TDS તથા TCS દ્વારા કપાયેલ રકમ જમા મળશે.
  • વેરાની ચુકવણી ઇલેકટ્રોનીક કેશ લેજરમાં CGST, SGST, UTGST અને IGST થી થઇ શકશે.
  • ઇલેકટ્રોનીક ક્રેડિટ લેજરમાં CGST, SGST, UTGST અને IGST થી જમા થયેલ ક્રેડીટ બતાવશે. જે પત્રક મુજબ ભરવાપાત્ર વેરા સામે મજરે લઇ શકાશે. ક્રેડીટ લેજરમાં વેરાની જમા રકમનો ઉપયોગ વ્‍યાજ, દંડ કે લેઇટ ફી ભરવા માટે લઇ શકાશે નહી.
  • જે નોંધાયેલ વ્‍યક્તિ ઉચ્‍ચક વેરાનો વિકલ્‍પ સ્‍વીકારે તેમને ક્રેડીટ લેજર દેખાશે નહીં, કારણ કે તેમને ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મળવાપાત્ર નથી.
  • નોન રેસીડનટ ટેક્ષ પેયરને ક્રડીટ લેજરમાં ફક્ત ભારત બહારથી આયાત કરેલ માલ ઉપર ભરેલ IGST ની ક્રેડીટ ઇનપુટ ટેક્ષ તરીકે જોવા મળશે.
  • ટેક્ષ લાયાબીલીટી રજીસ્‍ટર બે ભાગમાં વહેંચાયેલ હશે. ટેક્ષ લાયાબીલીટી રજીસ્‍ટરના એક ભાગમાં પત્રકને લગતી લાયાબીલીટી અને બીજા ભાગમાં રજીસ્‍ટર્ડ પર્સન સામેથી આકારણી, સ્થળ તપાસ કે અન્‍ય કાર્યવાહીથી ઉપસ્‍થિત માંગણાની વિગત જોવા મળશે. કોઇ પણ નોંધાયેલ વ્‍યક્તિ ટેક્ષ લાયાબીલીટી રજીસ્‍ટરમાં સુધારો – વધારો કરી શકશે નહીં.
પત્રકનો નમુનો કોણ ભરશે દર્શાવવાની વિગત દર્શાવવાની વિગત
GSTR-1 નોંધાયેલ સપ્લાયર માસ દરમિયાન કરેલ આઉટવર્ડ સપ્‍લાય (માલ કે સેવા કે બંને) ની માહિતી માસ પુરો થયા પછીના ૧૦ દિવસમાં
GSTR-2 નોંધાયેલ સપ્લાયર માસ દરમિયાન માલ કે સેવા કે બંને સ્‍વરૂપે મેળવેલ સપ્‍લાયની માહિતી માસ પુરો થયા પછીના ૧૫ દિવસમાં
GSTR-2A Auto Populated માસ પૂરો થયા પછી દિન-૧૦માં ભરેલ GSTR-1 ના આધારે રીસીપીયન્‍ટને જોવા મળશે. -
GSTR-1A Auto Populated GSTR-2 માં જે વ્‍યવહાર સપ્લાયરે દર્શાવ્‍યા ન હોય અને રીસીપીયન્ટે દર્શાવ્‍યા હોય તેવા વ્‍યવહાર -
GSTR-3 નોંધાયેલ સપ્લાયર GSTR-1 અને GSTR-2 ના આધારે બનતુ પત્રક માસ પૂરો થયા પછીના ૨૦ દિવસમાં
GSTR-3D - જુલાઈ ઓગસ્ટ ૨૦૧૭ માટે ભરવાનું પત્રક -
GSTR-4 ઉચ્‍ચક વેરો ભરનાર નોંધાયેલ વ્‍યક્તિ ઉચ્‍ચક વેરો ભરવાની પરવાનગી ધારાવતા ટેક્ષેબલ પર્સન ત્રિમાસ પૂરો થયા પછીના ૧૮ દિવસમાં
GSTR-4A Auto Populated ઉચ્‍ચક વેરો ભરવાની પરવાનગી ધારાવતા વ્‍યક્તિએ મેળવેલ ઇનવર્ડ સપ્‍લાયની વિગત
GSTR-5 નોન રેસીડન્‍ટ ટેક્ષેબલ પર્સન નોન રેસીડન્‍ટ ટેક્ષેબલ પર્સને ભરવાની વિગત માસ પૂરો થયા પછીના ૨૦ દિવસમાં
GSTR-6 ઇનપુટ સર્વિસ ડીસ્‍ટ્રીબ્‍યુટર જે નોંધાયેલ વ્‍યક્તિઓ સેવા મેળવી મેળવેલ સેવા પર ચૂકવેલ વેરાની વહેંચણી ISD તરીકે કરે ત્‍યારે માસ પૂરો થયા પછીના ૧૩ દિવસમાં
GSTR-6A Auto Populated ISD એ મેળવેલ ઇનવર્ડ સપ્‍લાયની વિગત -
GSTR-7 TDS કાપનારે ભરવાનુ પત્રક મૂળ સ્‍થળે વેરાની કપાત કરેલ વિગત માસ પૂરો થયા પછીના ૧૦ દિવસમાં
GSTR-7A
GSTR- 8
-
ઇ-કોમર્સ ઓપરેટર તથા ટેક્ષ કલેકટર
TDS કાપનારે આપવનુ સર્ટીફીકેટ ઇ-કોમર્સ ઓપરેટર તથા TCS કાપનારે આપવાની માહિતી -
માસ પૂરો થયા પછીના ૧૦ દિવસમાં
GSTR-9 નોંધાયેલ વ્‍યક્તિઓ વાર્ષિક પત્રક ફાયનાન્સીયલ વર્ષ પુરૂ થયા પછી ૩૧મી ડિસેમ્‍બર સુધીમાં
GSTR-9A ઉચ્‍ચક વેરો ભરનારે વાર્ષિક પત્રક ફાયનાન્સીયલ વર્ષ પુરૂ થયા પછી ૩૧મી ડિસેમ્‍બર સુધીમાં
GSTR-10 જે નોંધાયેલ વ્‍યક્તિનો નંબર રદ કરેલ હોય કે કરાવેલ હોય ફાયનલ પત્રક ત્રણ માસની અંદર રદ કર્યાની તારીખથી કે ઓર્ડરની તારીખથી
GSTR-11 UIN ધરાવનાર રિફંડ માંગે ત્યારે ઇનવર્ડ સપ્‍લાયની આપવાની થતી માહિતી (UIN ધરાવતા નોંધાયેલ વ્‍યક્તિ દ્વારા) માસ પૂરો થયા પછીના ૨૮ દિવસમાં