તા ૧.૭.૨૦૧૭ અગાઉ બંધારણીય જોગવાઈ મુજબ સેન્ટ્રલ એકસાઇઝ કાયદા અન્વયે માલના ઉત્પાદન તબક્કે એકસાઇઝ ડ્યુટી ભરવાની થતી હતી. સેવા પુરી પાડવામાં સર્વિસ ટેક્ષ ભરવાનો થતો હતો. માલના વેચાણ તબક્કે વેટ ભરવાનો થતો હતો. આ ઉપરાંત રાજ્ય બહારથી માલના રાજ્યમાં પ્રવેશ તબક્કે એન્ટ્રી ટેક્ષ કેટલાક સંજોગોમાં ખરીદ વેરો ભરવાનો થતો હતો. આવા બધા જ અપરોક્ષ વેરાના સ્થાને માલ અથવા સેવા અથવા બન્નેની સપ્લાયના તબક્કે ઉઘરાવવાનો થતો એક વેરો એટલે જીએસટી.
આમ જીએસટી વેરા પધ્ધતિ એટલે એક દેશ – કોઇ પણ ચીજવસ્તુ અથવા સેવા ઉપર એક ટેક્ષ.
© 2017 GST . All Rights Reserved | Design by GUJ INFO PETRO LIMITED